સુરત પોલીસે 300થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યા અસામાજિક તત્વોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સોશિયલ મીડિયા પર રાખી હતી વોચ સોશિયલ મીડિયામાં અસામાજીક તત્વો દ્વારા રીલ બનાવી અપલોડ કરી લોકોમાં દહેશત ઉભી કરવામાં આવતી હોય છે. ત્યારે આવા અસામાજીક તત્વો સામે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા કેટલાય સમયથી આવા અસામાજીક તત્વોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખવામાં આવી રહી હતી. પોલીસ દ્વારા તેઓની સામે ગુનો નોંધી તેઓનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કરવાની તજવીજ હાથ ધરી હતી.