Gondal નાં બાંદરા ગામે ભાદર ડેમનાં ઓવારામાં ડૂબી જવાંથી એક પ્રૌઢનું મોત 3 મિત્રો સાથે પ્રૌઢ ડેમનાં ઓવારામાં નહાવા માટે ગયા હતા ઊંડા પાણીમાં ડૂબી જતાં નિપજ્યું મોત, ફાયરનું મોટી રાતે સુધી સર્ચ ઓપરેશન રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ તાલુકાના બાંદરા ગામે સાંજનાં સુમારે ગામની સીમમાં આવેલા ભાદર ડેમનાં ઓવારામાં 4 મિત્રો નહાવા પડ્યા હતા. દરમિયાન, ઊંડા પાણીમાં ડુબી જવાથી એક યુવકનું મોત નિપજ્યું છે. આ બનાવનાં પગલે ઘટના સ્થળે પહોંચેલી ગોંડલ ફાયર બ્રિગેડની ટીમે (Gondal Fire Brigade) મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને મૃતદેહ શોધી કાઢ્યો હતો. યુવકનાં મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડયો છે. આ મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી