Views 63

અમદાવાદના મકતમપુરા વોર્ડમાંથી એ.આઈ.એમ.આઈ.એમ.ના કોર્પોરેટર બનેલા મહંમદઝુબેર પઠાણને ત્રીજુ સંતાન થતાં કોર્પોરેટર પદેથી તેમને ગેરલાયક ઠેરવવા મ્યુનિસિપલ સેક્રેટરી અરુણ પંડયા સમક્ષ રજૂઆત કરાઈ છે.મ્યુનિસિપલ સેક્રેટરીએ કોર્પોરેટરને આ અંગે સાત દિવસમાં લેખિત ખુલાસો કરવા જાણ કરી છે.આ કોર્પોરેટરનું પદ જોખમમાં આવી ગયુ છે.આ અંગે મ્યુનિ.કમિશનર અંતિમ નિર્ણય કરશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.




