રાજ્યમાં અસામાજિક તત્વોનો વધતો જતો આતંક! (Bhavnagar) ભાવનગરનાં મહુવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો ગાડી પર બેસી જોખમી સ્ટંટ કરતાં અને રીલ બનાવતા યુવક હાથમાં તીક્ષ્ણ હથિયાર, પુષ્પા ફિલ્મની એક્ટિંગ કરતા દેખાયા રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે, વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં યુવકો થાર કાર પર બેસીને હાથમાં છરી અને બંદુક જેવા હથિયાર સાથે જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ભાવનગરનાં (Bhavnagar) મહુવાનો હોવાનું હાલ જાણવા મળ્યું છે. વીડિયોમાં યુવકો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ નજરે પડી રહ્યા છે. જો કે, હવે આ વાઇરલ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેનાં પણ સૌની નજર છે.