એન્યુઅલ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભૂલ્યા ભાન લાઉડ મ્યૂઝીક અને ધમાલથી દર્દીઓને ભારે હાલાકી હોસ્પિટલ પરિસરમાં ડીજે પાર્ટીથી ઉઠ્યા અનેક સવાલ Valsad : સિવિલના ‘સાયલન્ટ ઝોન’માં તબીબોની ડીજે પાર્ટી યોજાઇ છે. જેમાં વલસાડ સિવિલમાં મેડિકલ વિદ્યાર્થીઓએ પાર્ટી યોજી હતી. તેમાં એન્યુઅલ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા છે. જેમાં લાઉડ મ્યૂઝીક અને ધમાલથી દર્દીઓને ભારે હાલાકી પડી છે. તથા ગાડીઓના રૂફ પર બેસી સ્પીડ સાથેના સ્ટંટ પણ કર્યા છે. જેમાં હોસ્પિટલ પરિસરમાં ડીજે પાર્ટીથી અનેક સવાલ ઉઠ્યા છે.