વિવાદિત નિવેદન કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી થયા ગુમ! (Surat) જ્ઞાનપ્રકાશ સ્વામીનાં સાધકો હથોડી લઈ નજરે પડ્યા મીડિયાનાં સવાલોથી ભાગ્યા સાધકો અને સાધુઓ પધરામણી કરવા ગયા હોવાનું જણાવી સાધુઓએ કર્યો બચાવ Surat : જલારામ બાપા (Jalaram Bapa) અંગે સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી (Gyan Prakash Swami Controversy) દ્વારા કરેલી ટિપ્પણીએ ભારે વિવાદ સર્જયો છે. જ્ઞાનપ્રકાશ સ્વામી સામે વીરપુર (Virpur) સહિત ઠેર ઠેર રઘુવંશી સમાજ (Raghuvanshi Samaj) અને બાપાનાં ભક્તો દ્વારા ઊગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવીને મંદિર માફી માગે તેવી માગ પણ ઊઠી છે. જો કે, આ વચ્ચે જ્ઞાનપ્રકાશ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે સવાલ પૂછવા પર જ્ઞાનપ્રકાશ સ્વામીનાં સાધકો હથોડી સાથે મીડિયા સમક્ષ જોવા મળ્યા હતા.