BRTS બસ રૂટમાં ચાલતી બસનો વીડિયો થયો હતો વાયરલ નવો આદેશ ન થાય ત્યાં સુધી ડ્રાઈવર ઈન્દ્રજીતસિંહ મોરી સસ્પેન્ડ વીડિયો વાયરલ થતા મુસાફરોએ કાર્યવાહીની કરી હતી માંગ Rajkot: રાજકોટમાં BRTS બસના એક ડ્રાઈવરનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે ચાલુ બસમાં માવો ઘસતો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને તરત જ તેના પર ચર્ચા થવા લાગી હતી. લોકોએ સોશિલય મીડિયામાં આ ઘટનાને વખોડી હતી. વાયરલ વીડિયોમાં બસના ડ્રાઈવર ઈન્દ્રજીતસિંહ મોરી બસ ચલાવતાં સમયે સ્ટિયરિંગ પર મસાલો ઘસતા નજરે પડતા છે, જે મુસાફરો માટે ખૂબ જોખમી પરિસ્થિતિ હતી.