અમરત રબારી નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ Ahmedabad શહેરમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહીં છે, છાસવારે એક નવો અકસ્માત થયા છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. ફરી એકવાર અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ધટના બની છે. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે યુવકને અડફેટે હોવાની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે અમરત રબારી નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ‘હિટ એન્ડ રન’ અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.