પોલીસે જવાહર ચાવડાની ધરપકડ નહીં કરતા હાઇકોર્ટ નારાજ ચાર્જશીટમાં ચાવડાને ‘ફરાર’ દર્શાવ્યા, પણ સચિવાલયમાં હાજર હતા પોલીસે તેમની સાથે ‘સૌહાર્દપૂર્ણ અને વિશિષ્ટ’ વર્તન કર્યું ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ નિરલ મહેતાએ 2018માં જૂનાગઢ જિલ્લામાં હાઇવે બ્લોક કરવા અને પથ્થરમારા કરવાના કેસમાં પોલીસ દ્વારા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ધરપકડ ન કરવા બદલ પોલીસ સામે આક્ષેપ કર્યા હતા. આ કેસમાં 39 વ્યક્તિઓ આરોપી હતા ત્યારે પોલીસે ચાવડાની ધરપકડ કરી નહોતી. ચાવડાએ તેમની સામેનો ફોજદારી કેસ પાછો ખેંચવા માટે અરજી દાખલ કરી હતી તે ફગાવી દેવાઈ હતી.