ભવાનીનગરમાંથી રૂ. 2.13 લાખનાં MD ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કોલેજમાં અભ્યાસ કરતા અંશુ ઉર્ફે અંશુડો ચૌહાણને જડપી પાડ્યો રાજકોટમાં (Rajkot) માદક પદાર્થોની હેરાફેરી કરી યુવાધનને નશાનાં રવાડે ચઢાવનારાઓ સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી છે. ત્યારે નવા વર્ષની શરૂઆતે રાજકોટ શહેર SOG એ રૂ. 2.13 લાખનાં MD ડ્રગ્સનાં જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ યુવક કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.