દિલ્હીની એક અદાલતે બોલિવૂડ(Bollywood)ના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra)સામે છેતરપિંડીના કેસમાં સમન્સ (Summons)જારી કર્યું છે. સમન્સ દિલ્હીના એક વેપારીની ફરિયાદના આધારે આપવામાં આવ્યું છે, જેમાં ધર્મેન્દ્રએ તેને એક ઢાબા( રેસ્ટોરન્ટ)ની ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટમાં જજે આદેશમાં કહ્યું હતું કે જે રેકોર્ડ પર તથ્યો દર્શાવવામાં આવ્યા છે તે બતાવી રહ્યા છે જે આરોપી વ્યક્તિએ ફરિયાદીને પોતાના સામાન્ય ઈરાદાને આગળ વધારવા માટે પ્રેરિત કર્યો હતો.