વિતેલા કેટલાક દિવસોથી વડોદરા શહેરમાં (Vadodara City) ચડ્ડી બનિયાન ધારી ગેંગનો તરખાટ હોવાના સીસીટીવી (Thieves Roaming) સામે આવ્યા હતા. જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) એક્શનમાં આવી હતી. અને બનાવ સ્થળે મુલાકાત લઇને અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે બાદ સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તપાસ કરતી ટીમને બાતમી મળી કે, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલા વડવા ગામે રહેતો અને અગાઉ ઘરફોડ ચોરીમાં ઝડપાયેલા આરોપી મુકેશ મથુરભાઇ માવીએ, તેના જ ગામમાં રહેતા કમલેશ માવી, સુખરામ માવી અને પંકેશ માવી સાથે વડવા ગેંગ (Vadva Gang) બનાવી હતી. જે રાત્રીના સમયે કિશનવાડી, વુડાના મકાનમાં રોકાઇને ચોરી કરીને પરત ગામડે જતા રહેતા હતા