અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન થતાં કુલ 198 મું અંગદાન થયું (Ahmedabad) મૂળ પશ્ચિમ બંગાળનાં ગોલાપીબેન બિશ્વાસ હૃદયની તકલીફ થતાં સિવિલમાં દાખલ કરાયા હતા સઘન સારવાર બાદ પણ સ્વસ્થ ન થતા અંતે તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા પરિવારની સંમતિ બાદ અંગદાનનો નિર્ણય, એક લીવર, બે કિડની, બે આંખનું દાન અત્યાર સુધીમાં સિવિલમાં 198 અંગદાતાઓ થકી 648 અંગનું દાન, 629 લોકોને નવજીવન