ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક. આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા છે. તેમજ ઉજ્જૈન, જગન્નાથપુરી, હરિદ્વાર, અયોધ્યા, નાસિક તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં રથયાત્રામાં આવ્યા છે.