Views 47

આગામી 27મી જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાશે
રથયાત્રામાં 18 ગજરાજો, 30 અખાડા, 18 ભજન મંડળી ભાગ લેશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંગળા આરતીમાં હાજર રહેશે
148 Ahmedabad Jagannath Rath Yatra : અમદાવાદમાં આગામી 27મી જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાશે. આ વર્ષે રથયાત્રાનો એક કરોડનો વીમો ઉતારાયો છે. રથયાત્રાના દિવસે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંગળા આરતીમાં હાજર રહેશે. જ્યારે 26 જૂને મુખ્યમંત્રી સંધ્યા આરતીમાં હાજર રહેશે. અમદાવાદમાં પરંપરાગત રીતે વાજતે ગાજતે રથયાત્રા નીકળશે.




