સ્થાનિક પોલીસની મિલીભગતથી ચાલતી ગેરપ્રવૃત્તિઓ અને હપ્તાખોરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલ સીધા દરોડા પાડશે.?

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી દ્વારા પોલીસ વિભાગમાં શિસ્ત અને વહીવટી પારદર્શિતા જળવાય તે હેતુથી નિયમિતપણે આંતરિક બદલીઓના હુકમો કરવામાં આવે છે. જોકે, દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા સત્તાવાર આદેશો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા હોવાની ગંભીર ચર્ચાઓએ જોર પકડ્યું છે, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનના અ.હે.કો. દિપક કુમાર નામના પોલીસકર્મીની જાહેરહિતમાં તાત્કાલિક અસરથી ‘કે’ કંપની મુખ્ય પોલીસ મથક ખાતે ગત તા.૧૦/૦૨/૨૦૨૬ ના રોજ બદલી કરી પોલીસકર્મીને તાત્કાલિક છૂટા કરી નવી જગ્યાએ હાજર થવાનો હુકમ કરેલ હતો. પ્રાપ્ત માહિતી મુજબ, આ પોલીસકર્મીની સત્તાવાર બદલી થઈ ગઈ હોવા છતાં દાણીલીમડા વિસ્તારમાં સક્રિય રહી કથિત ‘પેટા વહીવટદાર’ તરીકેની ભૂમિકા ભજવી રહેલ છે અને હાલમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચંડોળા પોલીસ ચોકી માં જ પોતાનો અડ્ડો જમાવી બેઠા છે. અસામાજિક પ્રવૃત્તિઓ માંથી ઉઘરાણાના ગંભીર આક્ષેપો સામે કાર્યવાહી કોણ કરશે.?
શું પોલીસ કમિશનર આવા કર્મચારી સામે ખાતાકીય તપાસ અને સસ્પેન્શનના આદેશ આપશે.?

દાણીલીમડા પોલીસ સ્ટેશનના મુખ્ય વહીવટદાર ખુદ અન્ય જગ્યાએ ફરજ બજાવતા હોવા છતાં, આ કર્મચારી મારફતે દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને અન્ય ચાલતી અસામાજિક ગતિવિધિઓમાંથી માસિક હપ્તાઓ ઉઘરાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યાં છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે તેવા ખાખી વર્દીધારીઓ જ જ્યારે બદલીના હુકમો ઘોળીને પી જાય અને વહીવટી ઉઘરાણાં ચાલુ રાખે, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દાણીલીમડા વિસ્તારના આ કથિત નેટવર્ક સામે કડક તપાસના આદેશ આપે છે કે કેમ તે જોવું રહ્યું. દાણીલમડા પોલીસ સ્ટેશનનાં મુખ્ય વહીવટદાર કોણ.? ક્યાંથી નેટવર્ક ચાલી રહ્યું છે.?
આ પેટા વહીવટદાર ના ત્રાસ થી હેરાન થઈ રહેલ સ્થાનિકો દ્વારા તેના મોબાઈલ લોકેશનની તપાસ કરી તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યાં છે.
– AANDHINEWS




