Read Time:1 Minute, 1 Second

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કારમાં ‘ANTI CORRUPTION FOI DIST. DIRECTOR’ લખેલી નકલી પ્લેટ રાખીને ફરતા એક શખસને ઝડપી પાડ્યો છે, ૧૯ ઓગસ્ટની મોડી રાત્રે ઈસ્કોનથી શિવરંજની ચાર રસ્તા તરફના રોડ પર ચેકિંગ દરમિયાન પોલીસે સ્પોર્ટ્સ કાર રોકી તપાસ કરતાં નકલી પ્લેટ મળી આવી હતી, પોલીસે કારચાલકની ઓળખ ૪૦ વર્ષીય હિતેન્દ્ર પંચાલ તરીકે કરી હતી. પૂછપરછમાં તે કોઈ સરકારી કર્મચારી ન હોવાનું અને લોકોમાં સરકારી અધિકારી હોવાનો રોફ જમાવવા માટે કારમાં નકલી પ્લેટ રાખતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર અને નકલી પ્લેટ જપ્ત કરી હિતેન્દ્ર પંચાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-AANDHINEWS




