મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દબાણકર્તાઓ સામે તુરંત FIR કરવાનો કડક આદેશ આપ્યો હોવા છતાં સ્થાનિક તંત્ર અને અધિકારીઓ સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે.

ઈસનપુર વિસ્તારમાં આવેલી મોજે-૫૮૯ વાળી કરોડો રૂપિયાની સરકારી તળાવની જમીન પચાવી પાડવા માટે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મૂકતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ – ૨૦૨૦ હેઠળ સત્તાવાર અહેવાલ અને લેખિત પુરાવાઓ હોવા છતાં, જવાબદાર વિભાગો આ ગંભીર બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દબાણકર્તાઓ સામે તુરંત FIR કરવાનો કડક આદેશ આપ્યો હોવા છતાં સ્થાનિક તંત્ર અને અધિકારીઓ સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે.સરકારી તળાવની જગ્યા ખુલ્લેઆમ લૂંટાતી હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, ભૂમાફિયાઓ અને જવાબદાર અધિકારીઓ વચ્ચે મિલીભગત હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે અને જનતા સવાલ પૂછી રહી છે કે અધિકારીઓની આ રહસ્યમય ચુપકીદી પાછળનું અસલી કારણ શું છે અને આ ગેરકાયદેસર દબાણ પર કાયદેસરની કાર્યવાહી કરવા દાદાનું બુલડોઝર ક્યારે ફરશે.?
આ સમાચારને ઈન્સ્ટાગ્રામ પર જોવા અહીં ક્લિક કરો..
આ સમાચારને યુ ટ્યુબ પર જોવા અહીં ક્લિક કરો..
આ સમાચારને ફેસબુક પર જોવા અહીં ક્લિક કરો..
https://x.com/AANDHINEWS/status/2113611589081551046
અમારી વ્હોટસએપ ચેનલ માં જોડાવા અને ફોલો કરવા અહીં ક્લિક કરો..
– AANDHINEWS




