Read Time:1 Minute, 15 Second

અમદાવાદમાં રોડના ખાડા, ભુવા અને ફૂટપાથની ફરિયાદોના ઝડપી નિકાલ માટે AMC ઓગસ્ટ ૨૦૨૬ ના અંત સુધી AI આધારિત સ્માર્ટ રોડ મેઇન્ટેનન્સ સિસ્ટમ શરૂ કરવાની તૈયારીમાં છે. નાગરિકોએ ઝોન કે વોર્ડ શોધવાની જરૂર નહીં પડે, ફોટો AMC સેવા અથવા CCRS એપ પર અપલોડ કરતાં GPS/GISના આધારે ફરિયાદનું સ્થળ, ઝોન અને વોર્ડ આપમેળે નક્કી થશે અને સંબંધિત અધિકારીને ફરિયાદ સોંપાશે. AI ફોટાના આધારે ફરિયાદનું વર્ગીકરણ કરશે તેમજ એક જ સ્થળની ડુપ્લિકેટ ફરિયાદોને ક્લસ્ટર કરીને એકસાથે જોડશે. ફરિયાદ નોંધાયા બાદ ટોકન નંબર અને કામ પૂર્ણ થયા બાદ પહેલાં-પછીના ફોટા WhatsApp મારફતે નાગરિકને મોકલાશે. એપ ઉપરાંત WhatsApp, ફોન, ઈ-મેલ અને સોશિયલ મીડિયા દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાશે. AMCનો દાવો છે કે નવી વ્યવસ્થાથી ફરિયાદ નિવારણ પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે.
-AANDHINEWS




