Read Time:1 Minute, 10 Second

રશિયા-યુક્રેન યુદ્ધમાં રવિવારે હિંસા વધુ વકરી હતી. યુક્રેને રશિયાના વિવિધ વિસ્તારોમાં મોટો ડ્રોન હુમલો કર્યો, જેના જવાબમાં રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. રશિયાના સંરક્ષણ મંત્રાલય મુજબ 822 યુક્રેનિયન ડ્રોન નષ્ટ કરવામાં આવ્યા હતા. રશિયન મિસાઈલ હુમલામાં ક્રિવી રિહ સ્થિત ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલના આર્સેલર મિત્તલ ગ્રુપની ફેક્ટરીને નુકસાન થયું છે. સુરક્ષાના કારણોસર પ્લાન્ટનું કામકાજ અસ્થાયી રીતે રોકી દેવામાં આવ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી મુજબ ક્રિવી રિહ સહિતના હુમલામાં અનેક લોકોનાં મોત અને ઈજાઓ થઈ છે. બંને દેશો વચ્ચે વધતી હિંસાને કારણે યુદ્ધ વધુ ગંભીર બન્યું છે.
-AANDHINEWS




