Read Time:1 Minute, 12 Second

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પ્રદેશ સંગઠનને નવા રૂપમાં તૈયાર કરવાની કવાયત તેજ કરી છે. નવા માળખામાં નિષ્ક્રિય જૂના ચહેરાઓને હટાવીને Gen-Z અને જમીની સ્તરે સક્રિય યુવા કાર્યકરોને મહત્વ આપવાની ચર્ચા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ દિલ્હી ખાતે હાઈકમાન્ડ સાથે બેઠકો કરી સંગઠનના નવા માળખા અંગે ચર્ચા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાઈકમાન્ડની મંજૂરી બાદ ઓગસ્ટના અંત સુધીમાં નવા માળખાની જાહેરાત થઈ શકે છે. સોશિયલ મીડિયા, ટેકનોલોજી અને યુવાનો સાથે સંવાદ સાધી શકે તેવા નેતાઓને મહત્વની જવાબદારી સોંપાય તેવી શક્યતા છે. નવા સંગઠનથી કોંગ્રેસમાં કયા જૂના ચહેરાઓ બહાર થશે અને કયા યુવા નેતાઓને તક મળશે તેના પર સૌની નજર છે.
– AANDHINEWS




