Read Time:1 Minute, 20 Second

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા મેગા દરોડામાં ૧૮૭ જુગારીઓ ઝડપાયા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસને જાણ ન હોવાની બાબત ગંભીર માનવામાં આવતા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરાઈ હતી. રાજ્ય પોલીસ વડાએ ફરજમાં ગંભીર બેદરકારી બદલ દરિયાપુર પોલીસ સ્ટેશનના PI જી.વી. ગોહિલ, એક PSI તેમજ સર્વેલન્સ સ્ક્વોડના PSIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. વહીવટી કામગીરી યથાવત રહે તે માટે દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના PIને સોંપવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
-AANDHINEWS




