Read Time:1 Minute, 7 Second
EMI માં હાલ કોઈ વધારો નહીં..

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ ૫.૨૫ ટકા પર યથાવત રાખવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની હાલની EMI માં કોઈ વધારો થવાની શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે, જૂન મહિનાની MPC બેઠકમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જ્યારે વર્ષ ૨૦૨૫ દરમિયાન RBI એ કુલ ૧૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરીને લોનધારકોને મોટી રાહત આપી હતી. રેપો રેટ એ એવો વ્યાજદર છે જેના પર RBI વાણિજ્યિક બેંકોને ધિરાણ આપે છે. રેપો રેટ સ્થિર રહેતાં બેંકોના ધિરાણ ખર્ચમાં ફેરફાર થતો નથી, જેના કારણે લોનના વ્યાજદર અને EMI પણ હાલ યથાવત રહે છે.
-AANDHINEWS





