Read Time:1 Minute, 15 Second

UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની ચર્ચા વચ્ચે RBI એ સ્પષ્ટ કર્યું છે કે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. RBI ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા મુજબ આ મુદ્દે ઉચ્ચ સ્તરે વિચારણા ચાલી રહી છે અને ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત તથા પ્રોત્સાહિત રાખવાનું મુખ્ય લક્ષ્ય છે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓથી વિપરીત, સામાન્ય ગ્રાહકોના રોજિંદા UPI પેમેન્ટ પર કોઈ અસર થવાની નથી. પ્રસ્તાવિત MDR માત્ર ₹૨૦૦૦ થી વધુના કેટલાક વેપારી ટ્રાન્ઝેક્શન માટે જ વિચારાધીન છે. દેશમાં લગભગ ૯૫% ડિજિટલ ટ્રાન્ઝેક્શન ₹2,000 થી ઓછા હોવાથી મોટા ભાગના લોકો પર તેની કોઈ અસર નહીં થાય. હાલમાં MDR લાગુ કરવાની સમયસીમા કે અંતિમ દર અંગે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી.





