છઠ્ઠ પૂજાના મહાપર્વ માટે રિવરફ્રન્ટ માં ભવ્ય આયોજન..

અમદાવાદમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોમાં પવિત્ર છઠ્ઠ પૂજા મહાપર્વને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ પર્વની ઉજવણી માટે સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત છઠ્ઠ ઘાટ પર ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકસાથે સૂર્યદેવની આરાધના કરી શકે અને નદીમાં અર્ઘ્ય અર્પણ કરી શકે તે માટે વિશાળ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને પૂજા-વિધિ દરમિયાન કોઈ અગવડ ન પડે તે માટે સાબરમતી નદીમાં પાણીની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
છઠ્ઠ પૂજાના આ પવિત્ર અવસરને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે છઠ્ઠ ઘાટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પૂજા માટે આવતા પરિવારો અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે બેસવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. છઠ્ઠ પૂજા પ્રત્યે લોકોની અતૂટ આસ્થા અને ઉત્સાહને પગલે સાબરમતી રિવરફ્રન્ટ પર ભક્તિમય વાતાવરણ સર્જાવાની તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે. સૂર્યદેવની ઉપાસના, પરંપરાગત ધાર્મિક વિધિઓ અને શ્રદ્ધાના સંગમ સાથે અમદાવાદમાં છઠ્ઠ મહાપર્વની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે.
– AANDHINEWS




