DYMC એ દક્ષિણ ઝોન એસ્ટેટ ખાતાની ટીમને ગેરકાયદેસર બાંધકામ તોડ્યા વગર કેમ પરત બોલાવી.?

અ.મ્યુ.કો નાં દક્ષિણ ઝોન માં આવેલ બહેરામપુરા વોર્ડના સુએજ ફાર્મ વિસ્તારમાં જગદીશ વે બ્રિજ અને તેની બાજુમાં છેલ્લા એક વર્ષ થી પણ વધારે સમયથી પાયા માંથી ખુલ્લેઆમ ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામો સામે અ.મ્યુ.કો નું વહીવટી તંત્ર સાચે જ કડક છે કે માત્ર દેખાડો કરી રહ્યું છે.? તે અંગે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. દક્ષિણ ઝોન એસ્ટેટ ખાતાની ટીમ તમામ સાધન-સામગ્રી, મશીનરી, મજૂરો અને પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે સ્થળે ગઈ તો ખરી પણ ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ થાય તે પહેલાં જ દક્ષિણ ઝોનના DYMC ની સૂચના થી ટીમ ડિમોલિશન ની કાર્યવાહી કર્યા વગર જ પરત ફરી ગયેલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે, દક્ષિણ ઝોનના DYMC દ્વારા અચાનક ડિમોલિશન ની કામગીરી કરવા ગયેલ એસ્ટેટ ખાતાની ટીમને પરત બોલાવી લેવાતા DYMC ની વહીવટી પારદર્શિતા સામે આંગળી ચીંધાઈ રહી છે. કાયદેસરની નોટિસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો ડિમોલિશન નક્કી થયું હતું, તો પછી છેલ્લી ઘડીએ કયા કારણોસર ડિમોલિશન ની કામગીરી અટકાવાઈ.? શું ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ ખાસ હિતો કે દબાણ હેઠળ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે.? કે પછી અધિકારીઓની મિલિભગત હોવાને લીધે ડિમોલિશન નથી કરાયું.? તેવી આશંકા અને ગંભીર આક્ષેપ સ્થાનિક સ્તરે ઊઠી રહ્યાં છે. ગેરકાયદેસર બાંધકામો સામે કડક વલણની જાહેરાતો વચ્ચે અધિકારીઓની આવી ઢીલી નીતિથી કાયદાનું પાલન કરતા નાગરિકોમાં નારાજગી વ્યાપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ છે અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. જ્યારે ડિમોલિશન ટીમને રોકવા પાછળનું સાચું કારણ શું હતું.? અને હવે કયા ગેરકાયદેસર બાંધકામો તોડવા અને કયા ન તોડવા તેનો નિર્ણય કોણ લેશે.? તેવી દક્ષિણ ઝોનના એસ્ટેટ ખાતાના અધિકારીઓમાં ચર્ચાઈ રહ્યું છે.
– AANDHINEWS.




