Read Time:57 Second
રાજકોટમાં ચેકડેમમાં ડૂબી ચાર બાળકોનાં મોત..

જન્માષ્ટમી નિમિત્તે રાજકોટના પડધરી તાલુકાના દહિસરડા ગામે મામાના ઘરે આવેલા ચાર બાળકો ચેકડેમમાં ન્હાવા ગયા હતા. રમતા-રમતા ચારેય બાળકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે આશરે આઠ કલાકની ભારે જહેમત બાદ ચારેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતકોમાં દીપ (૧૪), વંશિત, વાસુ (૧૨) અને ધ્યેય (૧૪) નો સમાવેશ થાય છે. ચારેય બાળકોની એકસાથે અંતિમયાત્રા નીકળતાં સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
– AANDHINEWS




