Read Time:1 Minute, 7 Second
૬ લોકો ના મોત અને હજુ પણ ૬ થી ૭ લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે..

મુંબઈ નજીક ભિવંડી વિસ્તારમાં ‘કોહિનુર’ નામની ૪ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં ૬ લોકોના મોત થયા છે, જ્યારે હજુ પણ ૬ થી ૭ લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. NDRF, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, ઇમારતમાં રિપેરિંગ દરમિયાન ત્રણ પિલર તોડી નાખાતા તેનું સંતુલન બગડ્યું અને ઇમારત અચાનક તૂટી પડી. સદનસીબે, ધરાશાયી થતાં પહેલાં અવાજો આવતાં મોટાભાગના રહેવાસીઓ સમયસર બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. હાલ કાટમાળ હટાવી ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
-AANDHINEWS




