Read Time:1 Minute, 5 Second
ગુજરાત નાં અનેક જીલ્લાઓ માં એલર્ટ, શાળા-કૉલેજોમાં રજા..

હવામાન વિભાગે ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરોને સતર્ક રહેવા, અધિકારીઓની રજાઓ રદ કરવા તેમજ NDRF, SDRF અને સેનાની ટીમોને સ્ટેન્ડબાય રાખવાનો આદેશ આપ્યો છે. નાગરિકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં ૩૧ જુલાઈના રોજ આંગણવાડી થી લઈ કૉલેજ સુધીની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.




