Read Time:1 Minute, 8 Second

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના આગેવાનો અને ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈત વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને યુવાનોને એક મંચ પર લાવી સંયુક્ત રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. CJPએ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસો પર સરકારની ટીકા કરી અને ચેતવણી આપી કે જો કેસો પાછા નહીં ખેંચાય તો ખેડૂતો અને યુવા સંગઠનો સાથે મળીને દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.અગાઉ જંતર-મંતર પરના પ્રદર્શનો દરમિયાન પણ રાકેશ ટિકૈતે વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું. ત્યારે વિદ્યાર્થી આંદોલન સ્થગિત થયા બાદ યોજાયેલી આ નવી બેઠક દેશમાં ખેડૂત-યુવા એકતા દ્વારા એક મોટા સામાજિક અને રાજકીય આંદોલન તરફ ઈશારો કરે છે.




