જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રત નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયા લેકફ્રન્ટના સમયપત્રક માં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોની અવરજવરને ધ્યાનમાં રાખીને લેકફ્રન્ટને મોડી રાત સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બુધવાર ગૌરી વ્રત માટે મહિલાઓ અને તેમની સાથેના નાના બાળકોને રાત્રે બાર વાગ્યા સુધી નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. શુક્રવાર જયા પાર્વતી વ્રત માટે મહિલાઓ, બાલિકાઓ અને નાના બાળકોને રાત્રે આઠ વાગ્યાથી વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી નિઃશુલ્ક પ્રવેશ મળશે.બંને દિવસોમાં રાત્રે આઠ વાગ્યા પછી તમામ રાઇડ્સ અને મનોરંજન પ્રવૃત્તિઓ પણ ચાલુ રહેશે. સુરક્ષા વ્યવસ્થા મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને મહિલા ગાર્ડ સહિત પુરુષ અને મહિલા સુરક્ષા કર્મચારીઓની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પ્રવેશ અંગે મહત્વની સૂચના છે કે, સાંજે ૭:૩૦ વાગ્યા પછી ૧૨ વર્ષથી વધુ ઉંમરના છોકરાઓ અને પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. AMC દ્વારા કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થા થી વ્રત કરતી મહિલાઓ અને તેમના પરિવારજનોને વધુ અનુકૂળતા મળશે તેમજ તેઓ સુરક્ષિત વાતાવરણમાં ધાર્મિક પ્રસંગની ઉજવણી કરી શકશે.




