Read Time:1 Minute, 2 Second

દુબઈથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ IGO1452માં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડાની વોર્નિંગ મળતા પાયલટે તાત્કાલિક ફ્લાઈટને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી હતી. એર ટ્રાફિક કંટ્રોલની મંજૂરી બાદ ફ્લાઈટનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૧૯૪ મુસાફરો સવાર હતા. ઘટનાના કારણે મુસાફરોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. જોકે, પાયલટની સમયસૂચકતા અને કુશળતાના કારણે વિમાનનું સલામત લેન્ડિંગ થયું અને તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો. એરપોર્ટ પર ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતની સુરક્ષા વ્યવસ્થા અગાઉથી જ તૈયાર રાખવામાં આવી હતી.
-AANDHINEWS




