Read Time:1 Minute, 6 Second

સુરતના પાંડેસરા વિસ્તારમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ ૨૫ થી વધુ આંગણવાડીઓમાં સગર્ભા અને ધાત્રી માતાઓ માટે મોકલાયેલ તુવેર દાળ અને ચણાનો જથ્થો એક્સપાયરી ડેટ પૂર્ણ થયેલો હોવાનું બહાર આવ્યું છે, આંગણવાડી કાર્યકરોની તપાસમાં મામલો સામે આવતા ચકચાર મચી છે, વેપારી સંજયકુમાર શાહનો દાવો છે કે એક્સપાયર્ડ માલ સરકારી ગોડાઉનમાંથી જ મોકલાય છે અને પરત લેવાનો ઇનકાર કરવામાં આવે છે, ગોડાઉન મેનેજર અને ઝોનલ અધિકારીને રજૂઆત છતાં હજુ સુધી કાર્યવાહી થઈ નથી, આંગણવાડી કાર્યકરો પણ હવે આ જથ્થો સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે, સ્થાનિકોએ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને સપ્લાયરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
-AANDHINEWS




