Surat નાં પુણા ગામમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના. 6 લોકો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. વહેલી સવારે મોટો વિસ્ફોટ થતાં વિસ્તારમાં અફરાંતફરીનો માહોલ સુરતનાં (Surat) પુણા ગામમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની મોટી દુર્ઘટના બની છે. આ ઘટનામાં 6 લોકો દાઝ્યા હોવાની માહિતી છે. તમામને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા છે. ગેસનો બાટલો ફાટતા જોરદાર વિસ્ફોટ થયો હતો, જેથી સ્થાનિકો જાગી ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો છે.