કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સાથેની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી (Maharashtra New CM)ના નામને મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા સીએમ તરીકે પસંદગી પામ્યા છે. જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ગુરુવારે રાત્રે મહાયુતિના નેતા દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર ગૃહમંત્રી અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા હતા. આ બેઠકમાં જ આ સમીકરણ પર મહોર મારી દેવામાં આવી