અમદાવાદ સહિત ગુજરાતના મુસાફરોને મળશે સીધો ફાયદો, જાન્યુઆરી ૨૦૨૭ થી નવા નંબર સાથે દોડશે ટ્રેનો, ટિકિટના ભાડામાં ₹૭૫ સુધીનો ઘટાડો..

અમદાવાદ રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રેલવે પ્રશાસને અમદાવાદ સહિત ગુજરાતમાંથી પસાર થતી 6 મહત્ત્વપૂર્ણ સુપરફાસ્ટ ટ્રેનોને સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે. જાન્યુઆરી ૨૦૨૭ થી અમલી બનનારા આ નિર્ણયને પગલે મુસાફરોને ટિકિટ દીઠ ₹૧૫ થી ₹૭૫ સુધીની બચત થશે. સુપરફાસ્ટ સરચાર્જ નાબૂદ થતાં સ્લીપરથી લઈને ફર્સ્ટ AC સુધીના ભાડામાં ઘટાડો થશે.અમદાવાદની જોધપુર–હડપસર ટ્રેન પણ સામેલઅમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન થઈને દોડતી જોધપુર–હડપસર–જોધપુર દૈનિક સુપરફાસ્ટ એક્સપ્રેસ (20495/20496) હવે 3 જાન્યુઆરી, ૨૦૨૭ થી નવા નંબર 14809/14810 સાથે સામાન્ય એક્સપ્રેસ તરીકે દોડશે. જોકે, ટ્રેનના રૂટ, સ્ટોપેજ અને સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.પશ્ચિમ રેલવેની અન્ય ટ્રેનોના નંબર પણ બદલાશે1 જાન્યુઆરી, 2027થી પશ્ચિમ રેલવેની નીચેની ટ્રેનો નવા નંબર સાથે દોડશે.
▪️ દાદર–એકતાનગર: 12927ના બદલે 19067
▪️ એકતાનગર–દાદર: 12928ના બદલે 19068
▪️ વલસાડ–વડનગર: 20959ના બદલે 19059
▪️ વડનગર–વલસાડ: 20960ના બદલે 19060
સુપરફાસ્ટ સરચાર્જ નાબૂદ થતાં ટિકિટના ભાડામાં નીચે મુજબ ઘટાડો થશે.
▪️ જનરલ / સેકન્ડ સિટિંગ: ₹૧૫
▪️ સ્લીપર ક્લાસ: ₹૩૦
▪️ AC ચેરકાર / થર્ડ AC: ₹૪૫
▪️ સેકન્ડ AC / ફર્સ્ટ AC: ₹૭૫
રેલવેના આ નિર્ણયથી નિયમિત મુસાફરી કરતા હજારો મુસાફરોને આર્થિક રાહત મળશે. ખાસ કરીને અમદાવાદથી મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફ મુસાફરી કરતા પ્રવાસીઓને તેનો સીધો લાભ મળી શકશે. મુસાફરોએ જાન્યુઆરી ૨૦૨૭ થી ટિકિટ બુક કરાવતી વખતે ટ્રેનોના નવા નંબરની ખાસ નોંધ લેવી પડશે.
– AANDHINEWS




