AMCના અધિકારીઓ કાર્યવાહી ક્યારે કરશે.?

અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં ચેપીરોગ હોસ્પિટલ રોડ પર દાનુ ટેક્ષટાઈલ પ્રોસેસિંગ કંપની પાસે, જમાલપુર રોડ પર અગાઉના કોમર્શિયલ ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોરનું મોટા પાયે બાંધકામ દક્ષિણ ઝોનના અધિકારીઓની મહેરબાનીથી ચાલી રહ્યું હોવાનો આક્ષેપ સામે આવી રહ્યા છે. સ્થળના બાંધકામ જોવા મળતાં તેની કાયદેસરતા અને જરૂરી મંજૂરીઓ અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના સવાલો છે કે શું આ બાંધકામ માટે AMCની જરૂરી મંજૂરી લેવામાં આવી છે.? જો બાંધકામ મંજૂર નકશાથી વિપરીત હોય, તો દક્ષિણ ઝોનના DYMC દિનેશ ગુરવ અને એસ્ટેટ ખાતાના સંબંધિત અધિકારીઓ દ્વારા અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે.? શું અધિકારીઓએ સ્થળ તપાસ કરી છે કે પછી આ બાંધકામ અંગે કોઈ કાર્યવાહી બાકી છે? સ્થાનિક પોલીસને આ મામલે જાણ છે કે નહીં અને સંબંધિત તંત્ર આ બાબતે શું જવાબ આપશે.? સ્થાનિકોની માંગ છે કે AMCના સક્ષમ અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરીને બાંધકામની મંજૂરીઓ અને નિયમોનું પાલન ચકાસે તથા ગેરરીતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરે, અધિકારીઓની ભૂમિકા અંગે ઊઠેલા સવાલોની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. હવે જોવાનું એ છે કે AMC અને સ્થાનિક પોલીસ આ મામલે સ્પષ્ટતા કરશે કે નહીં અને કાર્યવાહી ક્યારે હાથ ધરશે.?




