
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં PG તરીકે વપરાતી બે ઇમારતો ધરાશાયી થતાં ૭ વિદ્યાર્થીઓનાં મોત થયા હતા અને ૧૨ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને લઈને દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકાર, MCD, પોલીસ, DU સહિત સંબંધિત તંત્રને નોટિસ પાઠવી છે. કોર્ટે MCDને ધરાશાયી ઇમારતની મંજૂરી અને બાંધકામની તપાસ સાથે સમગ્ર દિલ્હીના PG હોસ્ટેલોનું તાત્કાલિક ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ટકોર કરી કે નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ મ્યુનિસિપલ તંત્ર પણ જવાબદાર છે. દરમિયાન ફરાર બિલ્ડિંગ માલિક હરીરામ બંસલની ધરપકડ કરવામાં આવી છે. વહીવટી બેદરકારી બદલ MCDએ સાઉથ ઝોનના ડેપ્યુટી કમિશનર સહિત ૫ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. કેસની આગામી સુનાવણી ૨૬ સપ્ટેમ્બરે થશે.

અમદાવાદ નાં લાંભા માં લક્ષ્મીપુરા ખાતે માન્યતા વગર ચાલતી સ્કાય લાઈન ઇંગ્લિશ સ્કૂલ વિરુદ્ધ પગલાં કોણ લેશે..? અહીં પણ કોઈના જીવ જાય તેની રાહ જોવાઈ રહી છે.?

અમદાવાદ નાં લાંભા વિસ્તારમાં લક્ષ્મીપુરા ખાતે સ્કાય લાઈન ઇંગ્લિશ સ્કૂલ ની માન્યતા ની માહિતી DEO કચેરી પાસે ઉપલબ્ધ નથી અને અ.મ્યુ.કો દ્વારા અગાઉ આ સ્કૂલ નાં બનેલ ગેરકાયદેસર બાંધકામનાં પહેલા માળને ડિમોલિશ કરેલ છે, પણ આ સ્કૂલના તમામ બાંધકામની પરવાનગી અંગે કોઈ તપાસ કરાઈ નથી, અ.મ્યુ.કો નાં દક્ષિણ ઝોનના એસ્ટેટ ખાતા અને અમદાવાદ શહેર શિક્ષણ ખાતા (DEO કચેરી) ના અધિકારીઓ આ સ્કાય લાઈન સ્કૂલ માં કોઈ અઘટિત ઘટના બને અને કોઈના જીવ જાય ત્યાર બાદ જ કાર્યવાહી કરવાની રાહ જોઈ રહ્યાં હોય તેમ આવી માન્યતા વગર ચાલતી શાળા વિરુદ્ધ આંખ આડા કાન કરી રહ્યાં છે.
– AANDHINEWS




