જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી. જેલ સત્તાધીશો દ્વારા બંદીવાનો અને તેમના પરિવારજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

જામનગર જિલ્લા જેલમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પર્વ રક્ષાબંધનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. બંદીવાન ભાઈઓ માટે જેલની બહાર અલગ-અલગ ટેબલની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બહેનોએ ભાઈના કાંડા પર રાખડી બાંધી સુખ, સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. લાંબા સમય બાદ ભાઈને મળતાં અનેક બહેનોની આંખોમાં લાગણીના આંસુ છલકાયા હતા. બહેનનો પ્રેમ અને સ્નેહ મળતાં બંદીવાન ભાઈઓના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી. જેલ પરિસરમાં રક્ષાબંધનના પર્વે ભાવુક અને લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે જેલની દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમની અનુભૂતિ થઈ હતી. જેલ સત્તાધીશોની વિશેષ વ્યવસ્થાથી બંદીવાનોને પરિવાર સાથે પર્વ ઉજવવાની તક મળી હતી. સમગ્ર જેલ પરિસર સ્નેહ, પ્રેમ અને લાગણીના વાતાવરણથી ભરાઈ ગયું હતું. રક્ષાબંધનના આ દૃશ્યોએ સાબિત કર્યું કે પ્રેમના સંબંધોને કોઈ દિવાલ કેદ કરી શકતી નથી.
– AANDHINEWS




