Read Time:1 Minute, 2 Second

અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર (CFO) અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલાની રેગ્યુલર જામીન અરજી સ્પેશિયલ ACB કોર્ટે ફગાવી દીધી છે. ૬ બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરવાના બદલામાં રૂ. ૩૬ હજારની લાંચ માંગવાના આક્ષેપમાં ACB એ બંનેને ટ્રેપ ગોઠવી ઝડપી લીધા હતા.આ કેસમાં ધરપકડ બાદ AMC કમિશનરે અમિત ડોંગરેને CFOના હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા હતા. સ્પેશિયલ ACB કોર્ટે ગુનાની ગંભીરતા, સરકારી પક્ષની દલીલો અને પ્રાથમિક પુરાવાઓને ધ્યાનમાં રાખીને બંને આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટના આ નિર્ણયથી લાંચ કેસમાં આરોપીઓની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.
– AANDHINEWS




