Read Time:57 Second

જાપાનમાં રવિવારે વહેલી સવારે ૫.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દક્ષિણ ઇબારાકી પ્રાંતમાં કેન્દ્ર ધરાવતા આ ભૂકંપના આંચકા ટોક્યો સહિત પૂર્વ જાપાનના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે ૭૦ કિમી ઊંડાઈએ હતું. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૨૩ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જોકે, બાદમાં કેટલાક અહેવાલોમાં ઈજાગ્રસ્તોની સંખ્યા ૩૭ સુધી પહોંચી હોવાનું જણાવાયું છે. ભૂકંપ બાદ સુનામીનું કોઈ જોખમ જાહેર કરવામાં આવ્યું નથી. પ્રશાસન દ્વારા નુકસાનનું મૂલ્યાંકન અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
– AANDHINEWS




