
અમેરિકાની ન્યૂયોર્ક ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના ગુનાહિત આરોપો ફગાવી કેસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કોર્ટ દ્વારા ફેડરલ પ્રોસિક્યુટર્સને આરોપો પાછા ખેંચવાની મંજૂરી આપવામાં આવી હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ)એ કોર્ટમાં રજૂઆત કરી હતી કે કેસ કાયદાકીય રીતે નબળો હતો અને અમેરિકાના અધિકારક્ષેત્રની બહારનો હોવાથી તેને આગળ વધારવો યોગ્ય નહોતો. કોર્ટે આ દલીલ સ્વીકારીને કેસ બંધ કર્યો. નિર્ણય બાદ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ન્યાયપ્રણાલી પ્રત્યે આદર વ્યક્ત કરતાં જણાવ્યું કે સત્ય, નિષ્પક્ષતા અને કાયદાના શાસનમાં તેમનો વિશ્વાસ અડીખમ રહ્યો છે. સાથે જ કોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે અદાણી ગ્રુપના અમેરિકામાં સંભવિત રોકાણનો કેસ પાછો ખેંચવાના નિર્ણય સાથે કોઈ સંબંધ નહોતો. DoJના જણાવ્યા મુજબ આરોપો માત્ર કાયદાકીય કારણોસર જ પાછા ખેંચવામાં આવ્યા હતા.
-AANDHINEWS




