
ઝારખંડ ની રાજધાની રાંચીમાં JSSC-CGL પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સરકાર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે લગભગ પાંચ કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠક નિષ્ફળ રહી છે. જેના પગલે વિદ્યાર્થીઓએ આજે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યથાવત રાખ્યો છે.સરકારનું કહેવું છે કે વિદ્યાર્થીઓની લગભગ ૯૮ ટકા માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓ CGL પરીક્ષા રદ કરવા અને સમગ્ર મામલાની CBI તપાસની માંગ પર અડગ છે.વિધાનસભા ઘેરાવને ધ્યાનમાં રાખીને નવી વિધાનસભાના ૭૫૦ મીટર વિસ્તારમાં BNSની કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી છે. ૨ હજારથી વધુ પોલીસ જવાનો, IRB અને QRTની ટીમો તહેનાત કરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને કોઈ મુશ્કેલી નહીં થાય, પરંતુ કાયદો હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી થશે. સાથે જ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી પેલેટ ગનની અફવાને નકારી, જરૂર પડે તો ઓળખ માટે પેઇન્ટબૉલ ગનનો ઉપયોગ કરાશે.હાલ તમામની નજર વિદ્યાર્થીઓના વિધાનસભા ઘેરાવ અને સરકારના આગામી પગલાં પર છે.
-AANDHINEWS




