
અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ..
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 1 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
૨૭ જુલાઈની આગાહી..
હવામાન વિભાગ અનુસાર, ૨૭ જુલાઈએ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. વાવ, થરાદ, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૨૮ અને ૨૯ જુલાઈ ની આગાહી..
૨૮ અને ૨૯ જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધવાની તેમજ વીજળી પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
૩૦ જુલાઈની આગાહી..
30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના છે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તંત્ર અને નાગરિકો માટે સૂચના..
હવામાન વિભાગે ભારે વરસાદ અને ગાજવીજને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, નદી-નાળા નજીક વસવાટ કરતા રહેવાસીઓ તેમજ ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. અનાવશ્યક મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
– AANDHINEWS




