Read Time:1 Minute, 7 Second
સરકારી કામગીરીમાં અવરોધ અને પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં ચીફ જ્યુડિશિયલ કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા, જામીન પર મુક્તિ મળી..

વર્ષ ૨૦૧૧ માં એક્સાઈઝ સબ ઈન્સ્પેક્ટરની ભરતી દરમિયાન સરકારી કામગીરીમાં અવરોધ, પોલીસ સાથે ગેરવર્તણૂક અને મારામારીના કેસમાં ૧૫ વર્ષ બાદ દમણની ચીફ જ્યુડિશિયલ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે દમણ-દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલને દોષિત ઠેરવી બે-બે વર્ષની કેદ તથા ₹૫૦૦૦ – ₹૫૦૦૦નો દંડ ફટકાર્યો છે. જોકે, બંનેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. સજા બાદ સાંસદ પદ બચાવવા માટે તેઓ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં રાહત માગી શકે તેવી શક્યતા છે.
-AANDHINEWS




